પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે શૂટીંગમાં આજે મનુ ભાકર 10 મીટર એર પિસ્તોલની ફાઈનલમાં રજૂ કરશે પડકાર
Live TV
-
પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે શૂટીંગમાં આજે મનુ ભાકર 10 મીટર એર પિસ્તોલની ફાઈનલમાં રજૂ કરશે પડકાર
પેરિસ ઓલિમ્પિકમાં ભારતને આજે તીરંદાડી તથા નિશાનેબાજીમાં પદક મળવાની આશા છે. નિશાનેબાજીની સ્પર્ધામાં ભારતીય સ્પર્ધક મનુ ભાકર ફાઇનલ મુકાબલામાં સ્થાન પામ્યા છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ મહિલા ક્વોલિફિકેશન મેચમાં ત્રીજા સ્થાને રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તો આ પહેલા ભારતના બલરાજ પંવર રોવિંગ મેન્સ સિંગલ્સ સ્કલ્સ હિટ રાઉન્ડમાં ચોથા સ્થાને રહ્યા હતા. બલરાજ પવાર પાસે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાની તક છે. તો સરબજોત સિંહ અને અર્જુન ચીમા પુરૂષોની 10 મીટર પિસ્તોલની ફાઈનલમાંથી બહાર થઈ ગયા છે.
