પેરિસ ઓલિમ્પિક:ભારતે 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હોકીમાં 3-2 થી હરાવ્યું
Live TV
-
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં બેલ્જિયમ સામેની હાર બાદ જોરદાર વળતો પ્રહાર કરતાં પૂલ બીની મેચમાં ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું હતું. આ ભારતની અંતિમ પૂલ મેચ હતી. આ જીત ઐતિહાસિક છે, કારણ કે ભારતીય હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ ઓલિમ્પિકમાં હરાવ્યું છે.
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં બેલ્જિયમ સામેની હાર બાદ જોરદાર વળતો પ્રહાર કરતાં પૂલ બીની મેચમાં ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું હતું. આ ભારતની અંતિમ પૂલ મેચ હતી. આ જીત ઐતિહાસિક છે, કારણ કે ભારતીય હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ ઓલિમ્પિકમાં હરાવ્યું છે.ભારત માટે આ મેચમાં હરમનપ્રીત સિંહે બે અને અભિષેકે એક ગોલ કર્યો હતો. ભારતીય હોકી ટીમે આ પહેલા 1972માં ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે આ ગ્રુપ ઘણું મુશ્કેલ હતું, કારણ કે બેલ્જિયમ અને ઓસ્ટ્રેલિયા જેવી બે મજબૂત ટીમો સાથે સ્પર્ધા હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચ ભારત માટે મોટી અડચણ ગણાતી હતી. આ જીતે ચોક્કસપણે ભારતીય હોકી ટીમનો આત્મવિશ્વાસ વધાર્યો છે.
આ મેચમાં ભારતે પ્રથમ હાફમાં પ્રભુત્વ જમાવ્યું હતું, જ્યાં તેણે પ્રથમ ક્વાર્ટરમાં બે ગોલ કર્યા હતા. મેચમાં ભારતની શરૂઆત શાનદાર રહી હતી. ટીમે પહેલા ક્વાર્ટરમાં જ બે ગોલ કર્યા હતા. અભિષેકે 12મી મિનિટે પહેલો ગોલ કર્યો અને માત્ર એક મિનિટ બાદ હરમનપ્રીત સિંહે લીડ બમણી કરી. જોકે, બીજા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાના થોમસ ક્રેગે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોર 2-1 કરી દીધો હતો.ત્રીજા ક્વાર્ટરમાં હરમનપ્રીતે 32મી મિનિટે વધુ એક ગોલ કરીને ભારતની સ્થિતિ મજબૂત કરી હતી. મેચના અંતે ઓસ્ટ્રેલિયાના બ્લેક ગોવર્સે પેનલ્ટી પર ગોલ કર્યો જેના કારણે મેચ રોમાંચક બની હતી પરંતુ ભારતે અંત સુધી લીડ જાળવી રાખી હતી. આ મેચમાં ભારતે બોલ પર વધારે પકડ રાખી હતી જોકે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ વધુ આક્રમક હતી.
આ જીત સાથે ભારત પૂલ બીમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને સરકી ગયું છે. આ પૂલમાં બેલ્જિયમ ટોચ પર છે અને આર્જેન્ટિના ચોથા સ્થાને છે. પેરિસ ઓલિમ્પિકની મેન્સ હોકી ક્વાર્ટર ફાઈનલ 4 ઓગસ્ટથી શરૂ થશે.ભારતે અગાઉ પૂલ બીમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. આ પછી આર્જેન્ટિના સામેની મેચ 1-1થી ડ્રો રહી હતી. આ પછી આયર્લેન્ડનો 2-0થી પરાજય થયો હતો.
