પ્રવીણ કુમારે ટોક્યો પેરાલિમ્પિકમાં પુરુષ હાઈ જમ્પમાં જીત્યો સિલ્વર મેડલ
Live TV
-
2.07 મીટરના જમ્પ સાથે પ્રવીણ કુમારે નવો એશિયન રેકોર્ડ બનાવ્યો છે
હાલમાં ટોક્યોમાં ચાલી રહેલા પેરાલિમ્પિકના વિવિધ મુકાબલામાં ભારતીય એથ્લીટ્સ ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે. હાલ સુધીમાં ભારતે 10 મેડલ જીત્યા છે. જ્યારે હાલમાં જ પ્રવીણ કુમારે પુરુષ હાઈ જમ્પ T64 મુકાબલામાં 2.07 મીટરનો જમ્પ મારીને સિલ્વર મેડલ પોતાના નામ પર કર્યો છે. બ્રિટનના જોનાથન બ્રુમ એડવર્ડે 2.10 મીટર સાથે ગોલ્ડ પોતાના નામ પર કર્યો છે. 2.07 મીટરના જમ્પ સાથે નવો એશિયન રેકોર્ડ બનાવ્યો છે. આ સિવાય મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર અને શરદ કુમારે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રવીણ કુમારને તેમની જીત બદલ શુભેચ્છા પાઠવી છે.
