ફીફા વિશ્વકપમાં આજે પ્રથમ સેમીફાઇનલ મુકાબલો, અર્જેટીના અને ક્રોએશિયા વચ્ચે કાંટાની ટક્કર
Live TV
-
ફીફા વિશ્વકપમાં આજથી સેમિફાઇનલનો તબક્કો શરૂ થઇ રહ્યો છે. આજે મોડી રાત્રે શરૂ થનાર પ્રથમ સેમિફાઇનલ મેચમાં કેપ્ટન લિયોનલ મેસીની આગેવાનીમાં આર્જેન્ટીનાની ટીમ લુકા મોડ્રીચની આગેવાની હેઠળની ક્રોએશિયા ટીમ વચ્ચે ટક્કર થશે આજની પ્રથમ સેમિફાઇનલ મેચમાં મેસીની આક્રમકતા તેમજ મોડ્રીચની ડિફેન્સ રણનીતીની પરીક્ષા થશે. 2018માં રશિયામાં યોજાયેલ વિશ્વકપમાં ઉપવિજેતા ક્રોએશિયાએ આ વખતે પ્રી-ક્વાર્ટર ફાઇનલ અને ક્વાર્ટર ફાઇનલની મેચેમાં પેનલ્ટી શૂટઆઉટમાં જીતીને સેમિફાઇનલમાં પહોચી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે 1998માં પોતાના પ્રથમ વિશ્વકપમાં ક્રોએશિયા સેમિફાઇનલમાં પહોચીને ત્રીજા ક્રમે રહી હતી.
