ભારતે જાપાનને એફ. આઇ. એચ. હોકી વીમન્સ નેશન્સમાં 2-1થી હરાવ્યું, આવતીકાલે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે
Live TV
-
ભારત FIH નેશન્શ કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમ સેમિફાઇનલ નજીક પહોચી ગઇ છે. સ્પેનમાં રમાઇ રહેલી ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમે પુલ-Bની બીજી મેચમાં એશિયાઇ ચેમ્પીયન જાપાનને 2-1 થી હરાવ્યું હતું. સલીમા ટેટે અને બ્યુટી ડુંડુએ ભારત તરફથી ગોલ કર્યા હતાં. અગાઉ ભારતે પ્રથમ મેચમાં ચીલીને 3-1થી હરાવી હતી. અંતિમ લીગ મેચમાં ભારતીય મહિલા ટીમ આવતીકાલે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ભારતે પુલ-B અને સ્પેને પુલ A માં 6 પોઇન્ટ સાથે ટોચ પર રહીને અંતિમ ચારમાં પ્રવેશ કર્યો છે. આ ટુર્નામેન્ટની વિજેતા ટીમ FIH વર્ષ 2023-2024 માટે ક્વોલીફાય કરશે.
