ફૂટબોલર લિયોનલ મેસ્સીએ સર્વશ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડીને અપાતો બેલોન ડી'ઓર પુરસ્કાર જીત્યો
Live TV
-
આર્જેન્ટિના અને ફ્રેંચ ક્લબ પેરિસ એંડ જર્મનના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીએ વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડીને અપાતો પ્રતિષ્ઠિત બેલોન ડી'ઓર પુરસ્કાર જીતી લીધો છે. સાતમી વખત મેસ્સીએ આ પુરસ્કારને પોતાના નામે કર્યો છે. મેસ્સી સૌથી વધુ વાર બેલોન ડી'ઓર પુરસ્કાર જિતનાર ખેલાડી છે. 34 વર્ષના લિયોનલ મેસ્સીએ 2021માં શાનદાર પ્રદર્શનથી આર્જેન્ટિનાને કોપા અમેરિકાનો ખિતાબ જીતવા મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ દેશ માટે તેમનો પ્રથમ ખિતાબ છે. તેમણે 2021માં 40 ગોલ કર્યા હતા. તો મહિલા વર્ગમાં સ્પેનની એલેક્સિયા પુટેલસ વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યા હતા.
