વિશ્વ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં પરમજીતકુમાર ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય
Live TV
-
પરમજીત કુમાર રવિવારે વિશ્વ પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય પેરા પાવરલિફ્ટર બન્યા છે. પરમજીતકુમારે જ્યોર્જિયાના ત્બીલિસીમાં પુરુષોની 49 કિલો શ્રેણીમાં 158 કિગ્રાના પ્રયાસ સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ઈજિપ્તના શમી કરદાએ 174 કિલો વજન ઉઠાવી સુવર્ણચંદ્રક મેળવ્યો છે. પરમજીત આ અગાઉ 2018માં એશિયાઈ પેરા રમતોમાં કાંસ્ચચંદ્રક જીતી ચૂક્યા છે. પેરાલિમ્પિક્સ કમિટિ ઑફ ઈન્ડિયાના પ્રમુખ દીપા મલિકે ટ્વિટ કર્યું કે, પંજાબના પરમજીત કુમાર દ્વારા પેરા પાવરલિફ્ટિંગમાં ભારત માટે ઈતિહાસ રચાયો. તેમણે જ્યોર્જિયાના ત્બીલિસીમાં ચાલી રહેલી વર્લ્ડ પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો.
