રાષ્ટ્રીય નિશાનેબાજી સ્પર્ધા 2021માં ભાવેશ શેખાવતે જીત્યો સુવર્ણચંદ્રક
Live TV
-
રાષ્ટ્રીય નિશાનેબાજી સ્પર્ધા 2021માં ભાવેશ શેખાવેતે રવિવારે ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે. રાજસ્થાનના ડૉ.કરણીસિંહ શૂટિંગ રેન્જમાં આયોજિત ફાઈનલ સ્પર્ધામાં ભાવેશે 40 માંથી 33 હીટ આઉટ કર્યા હતા. સેનાના ગુરુપ્રીતસિંહ 29 હિટ સાથે રજતચંદ્રક મેળવ્યો છે. જ્યારે અનીસ ભાનવાલાએ 22 હિટ સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. વિજયકુમાર 17 સ્કોર સાથે ચોથા સ્થાને રહ્યા છે. મિક્સ એર પિસ્તોલ ફાઈનલ આજે રમાશે. મહિલા એર પિસ્તોલ અને મહિલા 25 મીટર પિસ્તોલ ફાઈનલ ચાર અને છઠ્ઠી ડિસેમ્બરે યોજાશે.
