Skip to main content
Settings Settings for Dark

બેડમિન્ટન : થોમસ કપમાં પુરૂષ ટીમ અને ઉબર કપમાં મહિલા ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

Live TV

X
  • પુરૂષોના થોમસ કપમાં ભારતે તહીતીને 5-0થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું જ્યારે મહિલા ટીમે સ્કોટલેન્ડને 4-1થી મ્હાત આપી હતી

    બેડમિન્ટનમાં પુરૂષોના થોમસ કપમાં ગ્રુપ સી ના મુકાબલામાં ભારતે તહીતીને 5-0થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ભારતની ગ્રુપ સ્ટેજમાં આ બીજી જીત હતી. અગાઉ પ્રથમ ગ્રુપ સ્ટેજ મુકાબલામાં ભારતે નેધરલેન્ડને પણ 5-0થી હરાવ્યું હતું. હવે ભારત ગુરુવારે ચીન સામે અંતિમ ગ્રુપ મેચ રમશે જે ગ્રુપમાં ટોચ સ્થાન મેળવવા માટેની ટક્કર હશે.

    મહિલાઓની ઉબર કપમાં પણ ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. ભારતે બીજા ગ્રુપ સ્ટેજ મુકાબલામાં સ્કોટલેન્ડને 4-1થી મ્હાત આપી હતી. આગાઉ પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમે સ્પેનને 3-2થી હાર આપી હતી. હવે બુધવારે ભારતીય મહિલી ટીમનો સામનો થાઇલેન્ડની મજબૂત ટીમ સામે થશે. જે વિજેતા બનશે તે ગ્રુપ સ્ટેજ માં ટોચ સ્થાન મેળવશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply