રણજી ટ્રોફીની વન-ડે ટીમમાં જામનગરની સાત યુવા મહિલા ક્રિકેટરોને સ્થાન મળ્યું
Live TV
-
વુમન્સ રણજી ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ 31 ઓક્ટોબરથી નાગપુર ખાતે રમાશે.
BCCI સંચાલિત મહિલા રણજી ટ્રોફીની વન-ડે ટીમમાં જામનગરની સાત યુવા મહિલા ક્રિકેટરોને સ્થાન મળ્યુ છે. રણજી ટ્રોફીમાં જામનગરની સિનીયર ક્રિકેટર રિધ્ધિ રૂપારેલની કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે. પસંદગી પામનાર મહિલા ક્રિકેટરોના પરિવારજનો અને જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તથા જામનગરની ક્રિકેટ પ્રેમી જનતા તેમના માટે ગૌરવની લાગણી અનુભવી રહી છે. વુમન્સ રણજી ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ 31 ઓક્ટોબરથી નાગપુર ખાતે રમાશે. મહિલા ક્રિકેટ ટીમમાં આ ઘટના પ્રથમ વખત બની છે, કે જેમાં એક સાથે જામનગરની 7 સિનીયર વુમન્સ ક્રિકેટરને સ્થાન મળ્યુ છે.
