Skip to main content
Settings Settings for Dark

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટ મેચ કોરોનાના કારણે રદ

Live TV

X
  • ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ કોરોના મહામારીના કારણે રદ કરવામાં આવી છે. બંને દેશ વચ્ચે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં પાંચમી ટેસ્ટ મેચ યોજાવાની હતી જે રદ કરવામાં આવી છે. કોરોનાના સંક્રમણના કારણે આ ટેસ્ટ મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. બંને દેશના ક્રિકેટ બોર્ડ 5મી ટેસ્ટ મેચને રિશિડ્યુલ કરવા પર વિચારણા કરી રહી છે. હાલમાં ભારત પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ છે.

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ વચ્ચે ગુરુવાર અને શુક્રવારે લાંબી ચર્ચા થઈ અને ત્યારબાદ શુક્રવારથી 
    શરૂ થનારી ટેસ્ટ મેચ નહીં રમવામાં આવે તેવો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ વાતની જાણકારી આપી છે કે ઓલ્ડ ટેફર્ડમાં રમાનારી પાંચમી ટેસ્ટ મેચ નહીં રમાય. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ટ્વીટરમાં આ જાણકારી શેર કરી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ' ભારતીય ક્રિકેટ ટીમના ગ્રુપમાં કોરોનાના કેસ વધવાની શક્યતાના પગલે ભારત મેદાન પર પોતાની ટીમ ઉતારી શકશે નહીં, અને આ સંદર્ભે તેઓ પ્રશંસકોની માફી માગે છે.

    BCCIએ પણ નિવેદન જાહેર કરી પાંચમી ટેસ્ટ મેચ રદ થયાની જાહેરાત કરી છે. BCCIએ ECBની સામે રદ થયેલા મુકાબલાને
    ભવિષ્યમાં કરવા માટેનો વિકલ્પ આપ્યો છે. હવે આ ટેસ્ટ મેચ ક્યારે યોજવી તેને લઈ બંને ક્રિકેટ બોર્ડ વચ્ચે વિચારણા ચાલી રહી છે.

    મહત્વનું છે કે ભારતીય ટીમના આસિસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમાર કોરોનાથી સંક્રમિત થયા જેના કારણે દરેક ખેલાડીઓને હોટલમાં કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનને પણ રદ કરવું પડ્યું છે. જોકે ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓના RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ પહેલા ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી  ઓવેલમાં કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યારબાદ બોલિંગ કોચ ભરત અરૂણ અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

    હાલમાં પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે. બંને ટીમો વચ્ચે નોટિંઘમમાં થયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો ગઈ હતી. ત્યારબાદ લોર્ડ્સમાં ભારતીય ટીમની ઈંગ્લેન્ડ સામે 151 રનથી જીત થઈ હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમનો પરાજય થયો. ઓવલ ટેસ્ટમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડની ટીમને 157 રનથી હાર આપી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply