ભારતના કિદામ્બી શ્રીકાંત BWFમાં લક્ષ્ય સેનને પરાજય કરીને ફાઈનલમાં પ્રવેશ કર્યો
Live TV
-
ભારતના કિદામ્બી શ્રીકાંતે સ્પેનમાં રમાઈ રહેલી વિશ્વ બેંડમિન્ટન સ્પર્ધાની સેમિફાઈનલમાં લક્ષ્ય સેનને પરાજય આપીને સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કરીને ઈતિહાસ રચ્યો છે. વિશ્વ બેંડમિન્ટન સ્પર્ધાની ફાઈનલમાં પહોંચનાર તે પહેલો ભારતીય પુરુષ ખેલાડી બન્યો છે. ગઈકાલે રમાયેલી સેમિફાઈનલમાં શ્રીકાંતે લક્ષ્ય સેનને 2-1થી પરાજય આપ્યો હતો. સ્પર્ધાની ડેનમાર્કના એન્ડર્સ એટોનસેન અને સિંગાપોર લોહ કિંન યુ વચ્ચે રમાનારી બીજી સેમિફાઈનલમાં વિજેતા થનાર સાથે કિદામ્બી શ્રીકાંત સ્પર્ધાની ફાઈનલમાં રમશે.
કિદામ્બી શ્રીકાંત, જે આંધ્ર પ્રદેશના ગુંટુરનો રહેવાસી છે, તે 2018માં વિશ્વનો નંબર વન રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયન ઓપન, ઈન્ડોનેશિયા ઓપન, સિંગાપુર ઓપન, ચાઈના ઓપન સહિત અનેક ટાઈટલ જીત્યા છે. સ્પેનમાં 12 ડિસેમ્બરથી ચેમ્પિયનશિપ ચાલી રહી છે
BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 12 ડિસેમ્બરથી સ્પેનના હુએલવામાં યોજાઈ રહી છે અને 19 ડિસેમ્બર સુધી ચાલશે. આ વખતે ઈન્ડોનેશિયાની ટીમ ભાગ લઈ રહી નથી.
