Skip to main content
Settings Settings for Dark

વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનાર કિદામ્બી શ્રીકાંત પહેલો ભારતીય બન્યો

Live TV

X
  • વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપની ફાઈનલમાં કિદામ્બી શ્રીકાંતે સિલ્વર મેડલ જીત્યો. વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનાર શ્રીકાંત પહેલો ભારતીય બન્યો છે. 

    સ્પેનના હુએલવામાં રમાયેલી આ ફાઈનલ સ્પર્ધામાં ભારતના કિદામ્બી શ્રીકાંત અને સીંગાપુરના લોહકીન યુ એ વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચમાં શ્રીકાંતને હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીકાંત સીંગાપુરનાં લોહ કીન યુ એ સામે  21-15, 22-20થી હાર્યો છે. શ્રીકાંત આ સ્પર્ધામાં ફાઈનલ સુધી પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા છે. લોહ કીન યુ એ પહેલી ગેમમાં 21-15 થી પોતાના નામે કરી હતી, જ્યારે બીજી ગેમમાં બન્ને ખેલાડીઓ વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી, જોકે અંતે લોહ કીન યુ એ 22-20 થી બીજી ગેમ જીતીને મેચ પોતાનાં નામે કરી હતી. 

    આ સ્પર્ધામાં ભારતને બ્રોન્ઝ મેડલ પણ મળ્યો છે. બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સૈને આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વિશ્વ બેંડમિન્ટન સ્પર્ધાની સેમિફાઈનલમાં લક્ષ્ય સેનને પરાજય આપીને કિદામ્બી શ્રીકાંતે સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કરીને ઈતિહાસ રચ્યો હતો. સેમિફાઈનલ મેચમાં શ્રીકાંતે લક્ષ્ય સેનને 2-1થી પરાજય આપ્યો હતો. આ પહેલા પ્રકાશ પાદુકોણે 1989 અને બી. સાઈ પરણીતે 2019માં આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply