રાજપીપળાની વ્યાયામ વિદ્યાલયના 3 વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા બોક્સિંગ ચેમ્પિયનશિપ માટે પસંદગી પામ્યા
Live TV
-
રાજપીપળાની વ્યાયામ વિદ્યાલયના 3 વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા બોક્સિંગ ચેમ્પિયનશિપ માટે પસંદગી પામ્યા છે. રાજપીપળાની છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયમાં અભ્યાસ કરતા સંદીપ શર્મા, ઋષિલ પટેલ અને સમીર નામનાં ખેલાડીની પસંદગી થઈ છે, ત્યારે ત્રણેય ખેલાડીઓ 24 ડિસેમ્બર પછી પંજાબનાં જલંધર ખાતે યોજાનારા બોક્સિગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. આ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 800 ખેલાડીઓ ભાગ લેવાના છે. જલંધરમાં લવલી યુનિવર્સિટી ખાતે ખેલાડીઓનાં વજન પ્રમાણેની કેટેગરીમાં બોક્સિંગની મેચ રમાશે. ત્યારે ત્રણેય ખેલાડીઓએ ઓલોમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની આશા વ્યક્ત કરી છે.
