ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક બેઠક આજે મુંબઇમાં યોજાશે
Live TV
-
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક બેઠક આજે મુંબઇમાં યોજાશે. આ બેઠકમાં BCCIના આગામી અધ્યક્ષ અને ICC ચેરમેન સહિત વિવિધ મુદે ચર્ચા સંભવ છે. BCCI ને ICC ચેરમેન પદ માટે ઉમેદવાર ઊભા રાખવા જોઇએ કે વર્તમાન ચેરમેન ગ્રેગ બાર્કલેને બીજી ટર્મ માટે સમર્થન આપવામાં આવે તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ICCના આ પદ માટે ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ 20 ઓકટોબર છે. ICC બોર્ડની 11 થી 13 નવેમ્બર વચ્ચે મેલબોર્નમાં બેઠક થશે. BCCIના નવા અધ્યક્ષની સ્પર્ધામાં ક્રિકેટર રોજર બિન્નીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
