Skip to main content
Settings Settings for Dark

ભારતીય ખેલાડી પ્રમોદ ભગત અને સુકાંત કદમે પેરા બેડમિન્ટન ઈન્ટરનેશનલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો

Live TV

X
  • ભારતીય ખેલાડી પ્રમોદ ભગત અને સુકાંત કદમે ગઈકાલે પતાયામાં થાઈલેન્ડ પેરા બેડમિન્ટન ઈન્ટરનેશનલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ભારતીય જોડીએ પુરુષ ડબલ્સની ફાઈનલમાં ઈન્ડોનેશિયાની જોડી ડ્વોકો દવ્યોકો અને ફ્રેડી સેટિયાવાનને 21-18, 21-31થી પરાજય આપ્યો હતો. ગઇકાલે પૂર્ણ થયેલા થાઈલેન્ડ પેરા બેડમિન્ટન ઈન્ટરનેશનલમાં ભારતે 4 સુવર્ણ, 5 રજત અને 8 કાંસ્ય ચંદ્રકો એમ  કુલ 17 મેડલ જીત્યા.
    મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં રૂતિક રઘુપતિ અને માનસી જોશી ફ્રાન્સના લુકાસ મઝુર અને ફૉસ્ટિન નોએલ સામે હાર્યા બાદ બીજા સ્થાને રહ્યા હતા. મહિલા સિંગલ્સની ફાઇનલમાં મનદીપ કૌરે દેશબંધુ માનસીને હરાવીને સુવર્ણ ચંદ્રકજીત્યો હતો. મનીષા રામદાસે પણ ફાઇનલમાં જાપાનની કેડે કામાયામાને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો હતો. નિત્યા સેરે સુમતિ સિવને પણ ફાઇનલમાં ઇંગ્લેન્ડની રશેલ ચોંગનેહરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. પુરુષ ડબલ્સમાં માનસી અને શાંતિ વિશ્વનાથન થાઈલેન્ડની નિપદા સેન્સુપા અને ચનિદા શ્રીનાવાકુલ સામે હારી જતાં તેઓને રજતચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply