ભારતે ઓફિશિયલ ઓલિમ્પિક થીમ સોંગ જાહેર કર્યું
Live TV
-
ઓલોમ્પિક સમર ગેમ્સ પહેલાં રમતગમત મંત્રી કિરેન રિજીજુએ ભારતનું ઓફિશિયલ ઓલિમ્પિક થીમ સોંગ જાહેર કર્યું છે. પ્લેબેક સિંગર મોહિત ચૌહાણે ‘લક્ષ્ય તેરા સામને હૈ’ શીર્ષકનું ગીત કંપોઝ કર્યું અને ગાયું છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના પ્રમુખ નરિન્દર બત્રા ઉપસ્થિત રહ્યા હતા. આ રમતો આવતા મહિનાની 23મી તારીખે ખુલશે અને અત્યાર સુધી 100થી વધુ ભારતીય રમતવીરો આ ઇવેન્ટ માટે ક્વોલિફાય થયા છે.
