ભારતે ઝિમ્બાબ્વે સામેની શ્રેણી 3-0 જીતી
Live TV
-
ભારતે સોમવારે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ત્રીજી અને અંતિમ વનડેમાં ઝિમ્બાબ્વેને 13 રનથી હરાવીને શ્રેણી 3-0 જીતી.ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી શિખર ધવન અને KL રાહુલે 15 ઓવરમાં 63 રન જોડી ટીમને શાનદાર શરૂઆત અપાવી.કેપ્ટન KL રાહુલ 46 બોલમાં 30 રન કરી બ્રેડ ઇવાંસની બોલિંગમાં ક્લિન બોલ્ડ થયા. તો શિખર ધવન 68 બોલમાં 40 રન કરી આઉટ થયા.પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 289 રન બનાવ્યા હતા. 290 રનના લક્ષ્યાંક સામે ઝિમ્બાબ્વે 276 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત માટે શુભમન ગિલે પ્રથમ વનડે સદી નોંધાવી હતી. ઇનિંગ દરમિયાન શુભમન ગિલે 15 ચોગ્ગા અને 1 સિક્સર સાથે 97 બોલમાં 130 કર્યા. યજમાન ટીમ માટે ઝડપી બોલર બ્રાડ ઇવાન્સે 5 વિકેટ લીધી હતી.
