સાયના નહેવાલે વિશ્વ બેડમિન્ટન સ્પર્ધાની પ્રિ-કવાર્ટર ફાયનલમાં પ્રવેશ કર્યો
Live TV
-
ભારતની સાયના નહેવાલે ટોકયોમાં રમાઇ રહેલી બી.ડબલ્યુ.એફ વિશ્વ બેડમિન્ટન સ્પર્ધાની પ્રિ-કવાર્ટર ફાયનલમાં પ્રવેશ કર્યો છે. નોઝોમી ઓકુહારાને ઇજા થતાં તે બીજા રાઉન્ડની મેચમાંથી ખસી જતાં સાયના નહેવાલ પ્રિ-કવાર્ટર ફાયનલમાં પ્રવેશી છે. સ્પર્ધાની પહેલી ગેમમાં સાયનાએ હોંગકોંગની નગાન યી ચેંઉગને સીધા ગેમમાં હરાવીને સ્પર્ધામાં વિજય અભિયાનની શરૂઆત કરી હતી.
