ભારતે બીજા દિવસના અંતે 314 રન બનાવ્યા, બાંગ્લાદેશ સામે 87 રનની લીડ મેળવી
Live TV
-
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝનો આજે બીજો દિવસ છે. ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 227 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. તેના જવાબમાં ઈન્ડિયન ટીમે બીજા દિવસના ખેલના અંતે 314 રનમાં ઓલઆઉટ થઈ હતી. શ્રેયસ અય્યરે 87 રન બનાવ્યા હતા અને તેનો સાથઆપતા રીશભ પંતે પણ 93 રન બનાવ્યા હતા. રિષભ પંત અને શ્રેયસ અય્યરની શાનદાર ભાગીદારીએ ભારતનો સ્કોર વધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતા. રીષભ પંત 93 રન બનાવીને આઉટ થતા બીજી ટેસ્ટમાં સદીથી થોડો ચુકી ગયો હતો. હાલ ભારતે બીજા દિવસના ખેલ બાદ બાંગલાદેશ સામે 87 રનની નાજુક લીડ મેળવી છે.
તો બાંગલાદેશના ખીલાડીઓ એ બીજી ઇવનીગની શરૂઆત કરી હતી. બીજા દિવસના અંતે બાંગલાદેશના 7 રન કોઈ પણ વિકટ ગુમાવ્યા વિના બન્યા છે. તો આ તરફ ભારત બીજી સીરીઝ જીતીને વાઇટવોસ કરવાના ઇરાદા સાથે ફરી કાલે મેદાનમાં ઉતરશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ સીરીઝનો અંત વાઇટવોસ થી આવે છે કે પછી ટાઈ થકી તે આગામી દિવસોમાં જાણવા મળશે.
