ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે T20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ
Live TV
-
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝની છેલ્લી અને ફાઇનલ મેચ આજે એટલે શનિવાર સાંજે 7 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટી20 સિરીઝમાં હાલ બંને ટીમો 2-2 ની બરાબર પર છે. ભારત હવે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી વિજયનું પુનરાવર્તન કરવાના ઇરાદા સાથે ઉતરશે. તેની સાથે ટી૨૦ વર્લ્ડ કપ માટે તેની મુખ્ય ટીમને અંતિમ સ્વરુપ આપવાની દિશામાં વધારે મજબૂતાઈથી આગળ વધશે.