ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચઃ 205માં ઈંગ્લેન્ડ ઓલ આઉટ
Live TV
-
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી અંતર્ગત ચોથી અને અંતિમ ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઇ. જેમાં અંતિમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 205 રનમાં ઓલ આઉટ કરી નાખી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી અંતર્ગત ચોથી અને અંતિમ ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઇ. જેમાં અંતિમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 205 રનમાં ઓલ આઉટ કરી નાખી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી..જોકે, તેની શરૂઆત ખૂબ નબળી રહી હતી. ઈંગ્લેન્ડે માત્ર 30 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, બેન સ્ટોક્સે સારી લડત આપી હતી અને તે અંગત 55 રને વોશિગંટન સુંદરની બોલિંગમા એલબી ડબલ્યુ આઉટ થયો હતો. ઈંગ્લેન્ડે એક તબક્કે 121 રને પાંચ વિકેટ ગુમાવી હતી. ત્યારપછી પણ ઈંગ્લેન્ડની વિકેટો પડતી રહી હતી. ઈંગ્લેન્ડની ટીમ નવ વિકેટ ગુમાવીને 193 રને પહોંચી હતી. તેમાં ડેનિયલ લોરોનેસે 46 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી અક્ષર પટેલે 4 તથા સિરાજ અને આર અશ્વિને બે -બે વિકેટ ઝડપી હતી.
