ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ગુજરાતના ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલનો સમાવેશ
Live TV
-
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આજથી કાનપુરમાં શરૂ થયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતની ટીમમાં ગુજરાતના ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલનો સમાવેશ કરાયો છે. ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે અને વાઈસ કેપ્ટન ચેતેશ્વર પુજારાની વડપણ હેઠળની ભારતીય ટીમના અન્ય સભ્યના નામ આ મુજબ છે. મયંક અગ્રવાલ, શુભમનગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, વિકેટ કિપર રિદ્ધિમાન સહા, કે.એસ. ભરત, આર. અશ્વિન, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, સિરાજ અને પ્રસિદ ક્રિષ્ના.
ઉલ્લેખનીય છે કે, ન્યુઝીલેન્ડે ભારતમાં ક્યારેય ટેસ્ટ શ્રેણી જીતી નથી. કે.એલ. રાહુલને ઈજાના કારણે બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બાકાત રખાયો છે. તેના સ્થાને સૂર્યકુમાર યાદવને ટીમમાં લેવામાં આવ્યો છે. રાહુલની ઈજા એ ભારતીય ટીમ માટે મોટો આંચકો છે, કારણકે રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ ટીમમાં નથી. મુંબઈમાં બીજી ટેસ્ટમાં કોહલીનો સમાવેશ કર્યો છે, પરંતુ રોહિત શર્માને શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.
