Skip to main content
Settings Settings for Dark

ભારત - ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડે 129/0 રન ફટકાર્યા

Live TV

X
  • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસના અંત સુધી ન્યૂઝીલેન્ડે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 129/0 રન ફટકાર્યા હતા. જેમાં ન્યૂઝીલેન્ડના ઓપનર વિલ યંગે 75* અને ટોમ લેથમે 50* રન કરી ક્રીઝ પર અણનમ છે. આ પહેલા ટીમ ઈન્ડિયા એક સારી શરૂઆતને હાઈ-સ્કોરિંગ ટોટલમાં પરિવર્તિત કરી શકી નહોતી અને બીજા દિવસે કુલ 345 રન ફટકાર્યા બાદ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ અત્યારે ઈન્ડિયાથી 216 રન પાછળ છે.
    અત્રે મહત્વનું છે કે, ભારતીય ટીમમાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ રમી રહેલા શ્રેયસ ઐય્યરે સદી ફટકારી ટીમને એક સન્માન જનક સ્કોર સુધી દોરી હતી. તો બીજી બાજુ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ 5 વિકેટ લઈ ટીમ ઈન્ડિયાને 350 ની અંદર રોકી દીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply