ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે શ્રેણીની ત્રીજી અને અંતિમ T-20 મેચ રમાશે
Live TV
-
નેપિયર ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રમાશે. પ્રથમ T-20 મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી,જ્યારે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતે બીજી T-20 મેચ 65 રને જીતી હતી. આજની મેચમાં ન્યુઝીલેન્ડનો નિયમિત કેપ્ટન કેન વિલયમસન મેડિકલના કારણોસર ટીમ બહાર થયો છે. જેના કારણે બેટ્સમેન માર્ક ચેપમેનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને ટીમ સાઉથી ટીમનું નેતૃત્વ કરશે. ભારત આ શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારત આ મેચ જીતીને શ્રેણી જીતવા પ્રયત્નશીલ બનશે. આ મેચ ભારતના સમય પ્રમાણે બપોરે 12 વાગે શરૂ થશે.
