ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી મેચ 22 ડિસેમ્બરથી ઢાકામાં રમાશે
Live TV
-
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની બીજી મેચ 22 ડિસેમ્બરથી ઢાકામાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર કેપ્ટન રોહિત શર્મા બીજી ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો છે. રોહિત શર્માને વન ડે સીરીઝ દરમિયાન ડાબા અંગૂઠામાં ઈજા થઈ હતી જેથી તે આગામી મેચ રમી શકશે નહીં. ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ 188 રને જીતી હતી. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 404 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 150 રનમાં સમેટાઈ ગઈ હતી. બીજા દાવમાં ભારતે બે વિકેટે 258 રન બનાવ્યા હતા. 513 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 324 રનમાં સમેટાઈ ગઈ હતી.
