ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે રમાશે મહિલા એશિયા કપની ફાઇનલ મેચ, ક્રિકેટ ચાહકોમાં રોમાંચ
Live TV
-
ગઇકાલે ગરૂવારે મહિલા એશિયા કપ 2022ની સેમી ફાઇનલ મેચના મુકાબલા હતા. સિલ્હટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને થાઇલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઇનલ રમાઈ હતી.જેમાં 70 રનથી જીત મેળવી , થાઇલેન્ડને હરાવી ભારતીય ટીમ ફાઈનલમાં પહોચી ગઈ છે. ભારતની જીતનો હિરો દિપ્તિ શર્મા હતી જેને શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 7 રન આપી 3 વિકેટ લીધી હતી. તો બેટ્સેમન શેફાલી વર્માએ 28 બોલમાં 42 રન ફટકારી જીતમાં મોટું યોગદાન આપ્યું છે. કેપ્ટન હરમનપ્રીતે 36 રનની ઈનિગ્સ રમી હતી.પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 148 રન બનાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાસે 7મી વખત એશિયા કપની ચેમ્પિયન બનવાની તક છે. જ્યારે બીજી સેમીફાઇનલ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં શ્રીલંકા 1 રનથી જીતી જતા ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે 15 ઓક્ટોબરે ફાઈનલ મેચ રમાશે.ક્રિકેટના ચાહકોમાં એશિયા કપ ઘરઆંગણે આવે તેવી આશા જોવા મળી રહી છે. 1 ઓક્ટોબરથી ચાલુ થયેલ મહિલા એશિયા કપ 15 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે.
