મહિલા એશિયા કપ ક્રિકેટની ફાઇનલમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે થશે ટક્કર
Live TV
-
ભારત સેમિફાઈનલમાં થાઈલેન્ડને હરાવી ફાઇનલમાં પહોંચ્યું હતું.
આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલા ક્રિકેટ એશિયા કપની ફાઈનલ રમાશે. બાંગ્લાદેશના સિલ્હટ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે એક વાગે આ મેચ શરૂ થશે. ભારત અને શ્રીલંકાની ટીમ મહિલા એશિયાકપની ફાઈનલમાં પાંચમી વાર ટકરાશે. ભારતીય ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે. ભારતની ટીમ અત્યાર સુધી 6 વખત એશિયાઈ ચેમ્પિયન બની છે. આ પહેલા ભારત સેમિફાઈનલમાં થાઈલેન્ડને હરાવી ફાઇનલમાં પહોંચ્યું હતું. ભારતીય ટીમના 149 રનના લક્ષ્યાંક સામે થાઈલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 74 રન બનાવી શકી હતી.તો બીજી સેમીફાઈનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને રોમાંચક મુકાબલામાં 1 રનથી પરાજય આપ્યો હતો.
