ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ત્રીજી ટી-20 મેચ; શ્રેણીમાં ભારત 2-0થી આગળ
Live TV
-
ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણીને પોતાના નામે કરી ચૂકેલી ભારતીય ટીમ આજે સાંજે 7:00 કલાકે કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડીયમમાં ત્રીજી મેચ જીતીને ક્લીનસ્વીપ આપવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જ્યારે પોલાર્ડની કેપ્ટનશીપ વાળી વેસ્ટ ઈન્ડીઝ ટીમ આ મેચમાં હાર અને ક્લીનસ્વીપથી બચવાનો ભરપૂર પ્રયત્ન કરશે. આ શ્રેણીમાં હાલ ભારતીય ટીમ 2-0 થી આગળ છે.
આજની મેચમાં ભારતીય ટીમમાં Bench Strength ને અજમાવાની અનેરી તક છે. પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવાની રાહ જોઇ રહેલા યુવા બેટ્સમેન શ્રેયસ ઐયર અને ઋતુરાજ ગાયકવાડને આજે મેચ રમવાની તક મળી શકે છે.
