Skip to main content
Settings Settings for Dark

ભૂતપૂર્વ ક્રિકેટર અને 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય યશપાલ શર્માનું નિધન

Live TV

X
  • 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ ટીમના સભ્ય રહેલા યશપાલ શર્માનું નિધન આજે સવારે હાર્ટ એટેકથી થયું હતું. યથપાલ શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના સિલેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.

    1983ના ક્રિકેટ વર્લ્ડ કપ ટીમના સભ્ય રહેલા યશપાલ શર્માનું નિધન આજે સવારે હાર્ટ એટેકથી થયું હતું. યથપાલ શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના સિલેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. તેમની ઉંમર 66 વર્ષની હતી.

    યશપાલ શર્માએ 1979માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં પદાર્પણ કર્યું હતું. તેમણે ભારત માટે 37 ટેસ્ટ મેચમાં 1606 રન બનાવ્યા હતા તેમનો સર્વોચ્ચ સ્કોર 140 હતો અને 33.45 રનની એવરેજથી રન બનાવ્યા હતા. વન ડે મેચમાં તેમણે 42 મેચ રમી હતી અને 28.48 રનની એવરેજથી 883 રન બનાવ્યા હતા.

    1983ના વર્લ્ડ કપમાં ભારતની ટીમે વેસ્ટઈંડીઝ સામે જીતથી શરુઆત કરી હતી જેમાં યશપાલની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. આ સાથે બીજી ઘણી મેચોમાં યશપાલ શર્માએ પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન બતાવ્યું હતું.

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply