ભૂતપૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું હૃદયરોગના હુમલાથી આજે દિલ્હીમાં નિધન થયું
Live TV
-
દેશના જાણીતા ક્રિકેટર યશપાલ શર્માનું હૃદયરોગના હુમલામાં આજે દિલ્હીમાં અવસાન થયું છે. તેઓ વર્ષ 1983માં વિશ્વકપ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમમાં સભ્ય હતા. યશપાલ શર્માએ 37 ટેસ્ટમાં એક હજાર 606 રન જ્યારે 42 વન-ડે મેચોમાં 883 રન નોંધાવ્યા હતા. યશપાલ શર્માનું મૃત્યુ 66 વર્ષની આયુએ થયું છે. તેમના પત્ની, બે પુત્રીઓ અને એક પુત્ર છે. તેમને ભૂતપૂર્વ પંજાબ ક્રિકેટર તેમજ મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે ઓળખવામાં આવતા હતા. તેમના નિધનથી ક્રિકેટ જગતના ખેલાડીઓમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. અને કેટલાક ખેલાડીઓ અને મહાનુભાવોએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું તેમજ શ્રદ્ધાંજલિ અર્પી.
