યુરો કપમાં ઈટાલી ઈંગ્લેન્ડને હરાવી ચેમ્પિયન બન્યું
Live TV
-
ઈટાલીએ ઇંગલેંડને હરાવી યુરો કપ 2020 નો ખિતાબ જીતી લીધો છે. રવિવારે રાત્રે લંડનના વેમ્બલી (Wembley)માં રમાયેલી ફાઇનલ મેચમાં ઇટાલીએ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા ઇંગ્લેંડને હરાવી. ઈટાલીએ બીજી વાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સાથે જ ઈટાલીએ આ ટૂર્નામેન્ટમાં સતત 34 મેચમાં વિજેતા રહેવાનો રેકોર્ડ બનાવ્યો. પ્રથમ હાફમાં ઈટાલીની ટીમ એક પણ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી, પરંતુ બીજા હાફમાં 67મી મિનિટે ઈટાલી માટે ગોલનું ખાતું ખૂલ્યું હતું. ત્યારે મુકાબલો 1-1 ની બરાબરી પર આવી ગયો હતો. નિર્ધારિત સમય અને એક્સટ્રા ટાઇમમાં બન્નેમાંથી કોઇ પણ ટીમ ગોલ કરી શકી નહીં. જેથી મુકાબલો પેનલ્ટી શૂટઆઉટમાં ગયો હતો. જેમાં ઈટાલીએ ઇંગલેંડને 3-2 થી હરાવ્યું હતું.
