મનિકા બત્રા અને જ્ઞાનસેકરન સાથિયાને ટેબલ ટેનિસ વિશ્વ રેન્કિંગમાં ટોચના 5માં પ્રવેશ કરીને ઈતિહાસ રચ્યો
Live TV
-
ટેબલ ટેનિસ ખેલાડીઓ મનિકા બત્રા અને જ્ઞાનસેકરન સાથિયાને ગઈકાલે ITTF ટેબલ ટેનિસ વિશ્વ રેન્કિંગમાં ટોચના 5માં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય મિશ્રિત યુગલ જોડી બનીને ઈતિહાસ રચ્યો છે. સ્લોવેનિયાના નોવા ગોરિકામાં WTT કન્ટેન્ડર ઈવેન્ટની ફાઇનલમાં સ્થાન બનાવ્યા પછી આ જોડી રેન્કિંગમાં ઉપર પહોંચી છે. જોકે આ જોડીનો ફાઇનલમાં દક્ષિણ કોરિયાના લિમ જોંગહૂન અને શિન યુબિન સામે 3-0થી પરાજય થયો હતો.
