ICC T20 ક્રિકેટ વિશ્વકપમાં પાકિસ્તાનનો ફાઈનલમાં પ્રવેશ
Live TV
-
ICC ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં પાકિસ્તાન ફાઈનલમાં પહોંચ્યું છે. આજે સિડનીમાં રમાયેલી સેમિફાઇનલમાં પાકિસ્તાને ન્યુઝીલેન્ડને હરાવીને ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ન્યુઝીલેન્ડના 152 રનના લક્ષ્યાંકને પાકિસ્તાને 19 ઓવર અને એક બોલમાં હાંસલ કર્યું હતું. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાને 57 રન અને સૂકાની બાબર આઝમે 53 રન ફટકાર્યા હતા.
આ અગાઉ ટોસ જીત્યા બાદ ન્યુઝીલેન્ડે બેટિંગ પસંદ કરી હતી અને નિર્ધારિત ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલ 53 અને કેન વિલિયમ્સે 46 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના બોલર શાહીન આફ્રિદીએ 2 જ્યારે મોહમ્મદ નવાઝે એક વિકેટ લીધી હતી.
આવતીકાલે એડિલેઈડમાં બીજી સેમિફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો છે. આ મેચ બપોરે દોઢ વાગે શરૂ થશે, અને મેલબોર્નમાં રવિવારે ફાઈનલ મેચ રમાશે.
