ICC-T20 વિશ્વકપ ક્રિકેટની પ્રથમ સેમિફાઇનલ આજે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે
Live TV
-
ICC-T20 વિશ્વકપ ક્રિકેટની પ્રથમ સેમિફાઇનલ આજે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની સફર ઉતાર ચઢાવ વાળી રહ્યી હતી. સુપર-12ની 2 મેચ હાર્યા બાદ ટીમે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત અને ઝીમ્બાબ્વે બન્ને સામે હારનો સામનો કરવો પડ્યો હતો. T-20માં બન્ને ટીમના રેકોર્ડની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન 28 વાર ટકરાયા છે. જેમા 17 મેચમાં પાકિસ્તાન જીત્યુ હતું જ્યારે 11 મેચમાં ન્યુઝીલેન્ડને જીત મળી હતી. અત્યારની મેચમાં પાકિસ્તાનનું પલ્લુ ભારે જણાય છે.
