મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં રચ્યો ઇતિહાસ, ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પહેલી ભારતીય શૂટર
Live TV
-
મનુ ભાકરે રવિવાર 28 જુલાઈએ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. હરિયાણાની 22 વર્ષની શૂટર ચેટોરોક્સ શૂટિંગ સેન્ટર ખાતે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં ત્રીજા સ્થાને રહીને આ ગેમ્સમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની હતી. દક્ષિણ કોરિયાની બે ખેલાડીઓએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા. ઓહ યે જીને 243.2ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ અને કિમ યેજીએ 241.3ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
મનુ ભાકરે 27 જુલાઈએ આ ઈવેન્ટમાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. રવિવારે તેણે ફાઈનલ મેચમાં 221.7 પોઈન્ટ બનાવ્યા. આ ઇવેન્ટના ગોલ્ડ અને સિલ્વર મેડલ કોરિયાના ફાળે ગયા હતા. કોરિયન ખેલાડી ઓહ યે જીને 243.2 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોરિયાની બીજી ખેલાડી કિમ યેજી 241.3 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી.
19 વર્ષની ઉંમરે મનુ ભાકરે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. જો કે તે ત્યાં ખાલી હાથે રહી ગઈ હતી, પરંતુ આ ઓલિમ્પિકમાં શૂટિંગમાં ભારતનું એકંદર પ્રદર્શન પણ ખરાબ રહ્યું હતું. પરંતુ મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર વાપસી કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મહિલા શૂટિંગમાં ભારતનો આ પહેલો મેડલ છે. મનુ ભાકર બ્યુનોસ આયર્સ 2018માં યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય શૂટર પણ છે. તે અગાઉ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સના ટાઇટલ પણ જીતી ચૂકી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનુ ભાકરને પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતની મેડલ ટેલીમાં શરૂઆત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે શૂટિંગ ઈવેન્ટમાં ઓલિમ્પિક મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા છે. તેમણે કહ્યું કે ભારતને મનુ ભાકર પર ગર્વ છે. તેણીની જીત ઘણા ખેલાડીઓ, ખાસ કરીને મહિલાઓને પ્રેરણા આપશે. રાષ્ટ્રપતિએ મનુ ભાકરને ભવિષ્યમાં નવી ઊંચાઈઓ પર પહોંચવા માટે શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ભારત માટે ઐતિહાસિક મેડલ છે. આ એક અકલ્પનીય સિદ્ધિ છે. આ સફળતા વધુ વિશેષ મહત્વ ધરાવે છે. મનુ ભાકર ભારત માટે શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા બની છે.
