મહિલા ક્રિકેટમાં, ભારતે ત્રણ વનડે મેચ શ્રેણીની પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું
Live TV
-
મહિલા ક્રિકેટમાં ભારતે ત્રણ વનડે મેચ શ્રેણીની પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું છે. ગઈકાલે રાત્રે ઈંગ્લેન્ડના હોવ્સ કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે ઈંગ્લેન્ડ એ આપેલા 228 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 44 ઓવર અને બે બોલમાં 232 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં ૧-0થી સરસાઈ મેળવી લીધી છે. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 91 રન બનાવ્યા હતા. કપ્તાન હરમનપ્રીત કૌરે અણનમ 74 રન અને, યસ્તિકા ભાટિયાએ 50 રન બનાવ્યા હતા સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ પુરસકર અપાયો હતો.
ઈંગ્લેન્ડની કેટ ક્રોસે બે અને શાર્લોટ ડીને એક વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે પચાસ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. બીજી વન-ડે બુધવારે કેન્ટરબરીના સેન્ટ લોરેન્સ ગ્રાઉન્ડ પર રમાશે.
