મહીસાગર જિલ્લાના ત્રણ દિવ્યાંગ બાળકોની સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી
Live TV
-
સ્પેશિયલ ઓલિમ્પિક્સ બૌદ્ધિક અક્ષમતા ધરાવતા લોકોને રમતના મેદાનમાં સશક્ત બનાવવા માટે કાર્યરત છે. આ સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં મહીસાગર જિલ્લાના ત્રણ દિવ્યાંગ એથ્લેટ હિના ઠાકોર,રાધા મછાર અને હિતેશ ખાંટ સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામતા રાજયનું ગૌરવ વધાર્યું છે. વિશ્વવ્યાપી સંસ્થા સ્પેશિયલ ઓલિમ્પિક્સ બૌદ્ધિક અક્ષમતા ધરાવતા રમતવીરોને મુકત મને અવરોધો દૂર કરી, હિંમત દર્શાવવા, આનંદનો અનુભવ કરવા અને વિશ્વ સાથે તેમની મુલાકાત, કૌશલ્યો અને મિત્રતા શેર કરવાની તકો પૂરી પાડે છે. જેમાં મહીસાગર જિલ્લાના ત્રણ બાળકોને તેમના ખેલ કૌશલ્યથી રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિભા ઝળકાવવાની તક મળતા ગૌરવપ્રદ સિધ્ધિ હાંસલ કરી છે.
ખાનપુર તાલુકાની તળાવના મુવાડા ગામની કિસાન વિદ્યાલય ખૂંટેલાવ ખાતે ધોરણ 12 માં અભ્યાસ કરતી રાધા રામાભાઈ મછાર અને વિરપુર તાલુકાના મોકસીના મુવાડા ગામની હિનાબેન રમણભાઈ ઠાકોર ફૂટબોલ રમતમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી છે. જયારે ખાનપુર તાલુકાના વિરણીયા ગામના નીલકંઠ વિદ્યામંદિર ગાંગટા ખાતે ધોરણ 10 માં અભ્યાસ કરતા હિતેશ જયંતિભાઈ ખાંટ હેન્ડબોલ રમતમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા છે.
સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ હિતેશ ખાંટ હેન્ડબોલ રમતમાં 16 ડિસેમ્બર થી 21 ડિસેમ્બર દરમિયાન આગ્રા ખાતે નેશનલ કેમ્પમાં સ્કિલ ટેસ્ટમાં ભાગ લેશે જ્યારે હિના ઠાકોર અને રાધા મછાર ફૂટબોલ રમતમાં 4 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી દરમિયાન નવીદિલ્હી ખાતે નેશનલ કેમ્પમાં સ્કિલ ટેસ્ટમાં ભાગ લેશે
