Skip to main content
Settings Settings for Dark

યુરો કપ: ઇટાલી અને સ્પેનનો સેમિફાઇનલમાં પ્રવેશ

Live TV

X
  • યુરો કપ ફૂટબોલમાં ઇટાલીએ જર્મનીના એલાયન્સ એરીના ખાતે રમાઇ ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને 2-1થી હરાવીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રથમ હાફમાં ઇટાલી તરફથી બરેલા અને ઇનસીન્યા દ્વારા ગોલ કરવામાં આવ્યો હતો અને બેલ્જિયમ તરફથી લુકાકુએ ગોલ કર્યા હતો. બીજા હાફમાં બંને ટીમ ગોલ કરવામાં અસફળ રહી હતી. સેમીફાઇનલમાં ઇટાલીનો મુકાબલો સ્પેન સાથે થશે.

    આ પહેલા સ્પેને તેની ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝરલેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં 3-1થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પ્રથમ હાફમાં સ્પેને 1-0ની લીડ મેળવી લીધી હતી. સ્વિટ્ઝરલેન્ડના ઝકારીએ ઓન ગોલ કર્યા હતો. બીજા હાફમાં સ્વિટ્ઝરલેન્ડ તરફથી શકીરીએ ગોલ કર્યો હતો. બીજા હાફમાં સ્વિટ્ઝરલેન્ડના ફ્રુલરને રેડ કાર્ડ આપવામા આવ્યો હતો. રેગ્યુલેશન ટાઇમની સમાપ્તિ પર મેચ 1-1 પર રહી હતી. બંને ટીમો વધારાના સમયની રમત પછી પણ 1-1 ગોલની બરાબર પર હતી. અંતે પેનલ્ટી શૂટઆઉટમાં 3-1થી સ્પેને જીત મેળવી હતી.

    આજે આજે યુરો કપમાં બાકી રહેલ બે ક્વાર્ટર ફાઇનલ મેચ રમાશે. આજની પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં ચેક ગણરાજ્યનો મુકાબલો ડેનમાર્ક સાથે થશે અને બીજી ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડનો સામનો યુક્રેન સાથ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply