રણજી ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલમાં સૌરાષ્ટ્રે બંગાળને 174 રનમાં કર્યું ઓલઆઉટ
Live TV
-
કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાઈ રહેલી સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચેની રણજી ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલમાં પહેલા જ દિવસે સૌરાષ્ટ્રે બંગાળને 174 રનમાં ઓલઆઉટ કર્યું હતું. પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે વળતાં જવાબમાં, સૌરાષ્ટ્રે બે વિકેટના બદલામાં 81 રન કર્યા હતા. સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020 માં રાજકોટમાં થયેલી રણજી ટ્રોફીની ફાઈનલમાં બંગાળનો સૌરાષ્ટ્ર સામે પરાજય થયો હતો.
રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની બેંગલુરૂમાં શરૂ થયેલી પહેલી સેમી-ફાઇનલમાં કર્ણાટકે સૌરાષ્ટ્ર સામે મજબૂત આરંભ કર્યો હતો. કર્ણાટકે મયંક અગ્રવાલના 110 અને શ્રીનિવાસ શરથના 58 રનની મદદથી પહેલી ઇનીંગમાં 5 વિકેટે 229 રન કર્યા હતા. સૌરાષ્ટ્રના કુશાંગ પટેલે બે જયારે ચેતન સાકરીયા અને પ્રેરક માંકડે 1 - 1 વિકેટો ઝડપી હતી. ઇન્દોરમાં રમાઇ રહેલી બીજી સેમી-ફાઇનલમાં બંગાળે પહેલી ઇનીંગમાં 4 વિકેટે 307 રન કર્યા હતા.
