Skip to main content
Settings Settings for Dark

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમને ચેમ્પિયન બનવાની તક

Live TV

X
  • સૌરાષ્ટ્ર અને બંગાળની ટીમ અનુક્રમે ગુજરાત અને કર્ણાટકને હરાવીને ફાઇનલમાં પહોંચી

    રણજી ટ્રોફી 2019-20ની સીઝનની ફાઇનલ 9 માર્ચના રોજ રમવાની છે. સૌરાષ્ટ્ર અને બંગાળની ટીમ અનુક્રમે ગુજરાત અને કર્ણાટકને હરાવીને ફાઇનલમાં પહોંચી છે. સૌરાષ્ટ્ર સતત બીજા વર્ષે અને છેલ્લી સીઝનમાં ચોથીવાર ફાઇનલ રમશે. જોકે ટીમ છેલ્લા 76 વર્ષથી રણજી ટ્રોફી જીતી શકી નથી. 9 માર્ચે બંગાળની સામે રમીને સૌરાષ્ટ્રની ટીમ કુલ સાતમીવાર ફાઇનલ રમવા મેદાને ઉતરશે. અગાઉની 6માંથી ચારવાર ટીમ રનરઅપ રહી હતી. 2 વાર જયારે ચેમ્પિયન બની ત્યારે સૌરાષ્ટ્રની ટીમ નવાનગર અને વેસ્ટર્ન ઇન્ડિયાના નામ તરીકે ઓળખાતી હતી. મજાની વાત એ છે કે બંને વખત ટીમ જીતી ત્યારે વિરોધી ટીમ બંગાળ હતી અને હવે ફરી એકવાર ઉનડકટની ટીમનો સામનો અભિમન્યુ ઈશ્વરનની બંગાળ સામે જ થવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply