રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર – મુંબઈ સામે, વડોદરા-ઉત્તરપ્રદેશ સામે અને ગુજરાત ચંડીગઢ સામે રમશે
Live TV
-
રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની આવતીકાલથી શરૂ થતી લીગ મેચોમાં સૌરાષ્ટ્ર– મુંબઈ સામે, વડોદરા-ઉત્તરપ્રદેશ સામે અને ગુજરાત ચંડીગઢ સામે રમશે. ઉત્તરપ્રદેશ અને વડોદરાની મેચ વડોદરામાં જ્યારે ગુજરાત અને ચંડીગઢ વચ્ચેની મેચ અમદાવાદમાં રમાશે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં ગુજરાત બે મેચોમાં 7 અંકો સાથે ગ્રુપ-ડીમાં ત્રીજા સ્થાને છે. એવી જ રીતે સૌરાષ્ટ્ર બે મેચોમાં 6 અંકો સાથે ગ્રુપ-બીમાં ચોથા સ્થાને છે. જ્યારે વડોદરા 6 અંકો સાથે ગ્રુપ-એમાં પાંચમા સ્થાનેછે.
