રાષ્ટ્રીય મહિલા મુક્કેબાજી ચેમ્પીયનશીપમાં નિખત ઝરીન અને લવલીના બોરગોહેન ફાઈનલમાં પ્રવેશ્યા
Live TV
-
રાષ્ટ્રીય મહિલા મુક્કેબાજી ચેમ્પીયનશીપમાં નિખત ઝરીન અને લવલીના બોરગોહેન ફાઈનલમાં પ્રવેશ્યા છે. 50 કિલો વજન વર્ગમાં નિખતે ઓલ ઈન્ડિયા પોલીસની શવિંદર કોરને 5-0થી હરાવી ફાયનલમાં પ્રવેશ કર્યો છે. 75 કિલો વજન વર્ગમાં લવલીનાએ મધ્યપ્રદેશની જીજ્ઞાસા રાજપુતને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ફાઈનલમાં નિખતનો મુકાબલો અનામિકા અને લવલીનાનો મુકાબલો અરૂધંતી સાથે થશે. આ સાથે 48 કિલો વજન વર્ગમાં મંજુરાની 85 કિલો વજન વર્ગમાં જ્યોતિ ગુલીયા, 57 કિલો વજન વર્ગમાં મનીષા અને 60 કિલો વજન વર્ગમાં સીમરન જીત પણ ફાઈનલમાં પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં વિવિધ 12 વજન વર્ગ શ્રેણીમાં કુલ 302 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધામાં આજે ફાઈનલ મુકાબલા યોજાશે
