રાષ્ટ્રીય બોકસિંગ સ્પર્ધામાં લોવનીલા બોર્ગોહેન અને નિખાત ઝરીને સુવર્ણ ચંદ્રકો જીત્યા
Live TV
-
મધ્યપ્રદેશમાં યોજાયેલી મહિલાઓ માટેની રાષ્ટ્રીય બોકસિંગ સ્પર્ધામાં લોવનીલા બોર્ગોહેન અને નિખાત ઝરીને સુવર્ણ ચંદ્રકો જીતી લીધા છે. બોર્ગોહેને સર્વિસેસની અરૂંધતી ચૌધરીને 5-0થી જયારે નિખાતે રેલવેની અનામિકાને 4-1 થી પરાજય આપીને સુવર્ણ ચંદ્રકો મેળવ્યા હતા. હરિયાણાની મનિષા અને સ્વીટી બોરા, સાક્ષી, મધ્યપ્રદેશની મંજુ બામ્બોરીયાએ પણ અલગ અલગ શ્રેણીમાં સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા. કેન્દ્રિય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે વિજેતાઓને ચંદ્રકો અર્પણ કર્યા હતા. આ સ્પર્ધામાં રેલવેની ટીમે 5 સુવર્ણ ચંદ્રક, 3 રજત ચંદ્રક અને બે કાંસ્ય ચંદ્રક સહિત 10 ચંદ્રકો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. મધ્યપ્રદેશે એક સુવર્ણ ચંદ્રક, 2 રજત અને 5 કાંસ્ય ચંદ્રક સાથે બીજું જયારે હરિયાણાએ બે સુવર્ણ ચંદ્રક, બે કાંસ્ય ચંદ્રક સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.
