રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર મધ્યપ્રદેશ શીખર ખેલ અલંકરણ પુરસ્કારો અર્પણ કરશે
Live TV
-
આ પ્રસંગે તેઓ ખેલો ઈન્ડિયા યુવા રમતોત્સવના લોગોનું અનાવરણ કરશે.
કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર આજે ભોપાલમાં યોજાનાર ખાસ સમારોહમાં મધ્યપ્રદેશ શીખર ખેલ અલંકરણ પુરસ્કારો અર્પણ કરશે. આ પ્રસંગે તેઓ ખેલો ઈન્ડિયા યુવા રમતોત્સવના લોગોનું અનાવરણ કરશે. ઉલ્લેખનીય છે કે, આજના સમારંભમાં એકલવ્ય, વિક્રમ, વિશ્વામિત્ર અને જીવન ગૌરવ પુરસ્કાર 28 રમતવીરોને અપાશે. અમારા સંવદાદાત જણાવે છે કે, મધ્યપ્રદેશના 8 શહેરોમાં આગામી 30મી જાન્યુઆરીથી 11મી ફેબ્રુઆરી 2023 દરમિયાન ખેલો ઈન્ડિયા યુવા રમતોત્સવ યોજાવાનો છે. અનુરાગ ઠાકુર ભોપાલની આજની મુલાકાત દરમિયાન ભારતીય રમત-ગમત સત્તામંડળના પ્રાદેશિક કેન્દ્રો, મધ્યપ્રદેશ શુટિંગ અકાદમી અને અન્ય રમત-ગમત સંસ્થાઓની મુલાકાત લેશે. તેઓ ટીટીનગર સ્ટેડિયમ ખાતે ખેલાડીઓ સાથે સંવાદ કરશે
