રવિન્દ્ર જાડેજા ટેસ્ટ મેચમાં સોથી ઝડપી 250 વિકેટ લેનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો
Live TV
-
સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી તથા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાએ અનોખી સિદ્ધિ મેળવી છે. હાલમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 250 વિકેટ ઝડપી છે. જાડેજા સૌથી ઝડપી 250 વિકેટ ઝડપનાર વિશ્વનો બીજો નંબરનો ખેલાડી બન્યો છે.
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આજે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની ચાલી રહેલી બીજી ટેસ્ટમાં ઉસ્માન ખ્વાજાને 81 રન પર આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં એક વિશાળ સિદ્ધિ મેળવી છે. ઉસ્માન ખ્વાજાની વિકેટ સાથે જાડેજા 250 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે. સાથે સાથે ટેસ્ટ ક્રિકેટમાં 2500 કરતા ધારે રન બનાવીને રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડર તરીકે માટે મોટી સિદ્ધિ મેળવી છે. રવિન્દ્ર જાડેજાની સિદ્ધીને તમામ સાથી ખેલાડીઓ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે. તેણે પૂર્વ ભારતીય કપ્તાન કપિલ દેવને પણ પાછળ છોડી દિધો છે. કપિલ દેવે 65 મેચોમાં 250 વિકેટ ઝડપી હતી જ્યારે તેની સરખામણીમાં રવિન્દ્ર જાડેજાએ માત્ર 62 મેચોમાં 250 વિકેટ ઝડપી હતી. સોથી ફાસ્ટ 250 વિકેટ ઝડપનીર જાડેજા વિશ્વનો બીજા નંબરનો ખીલાડી બન્યો છે.
