રાજધાની દિલ્હીમાં આજથી ઇન્ડિયા ઓપન-2022 બેડમિન્ટન ટુર્નામેન્ટની શરૂઆત
Live TV
-
આજથી રાજધાની દિલ્હીમાં ઇન્ડિયા ઓપન-2022 બેડમિન્ટન ટુર્નામેન્ટની શરૂઆત થઇ ગઈ છે. શાનદાર ફોર્મમાં રહેલા કિદામ્બી શ્રીકાંતે પુરૂષ વર્ગમાં તેમજ પી.વી સિન્ધુ મહિલા વર્ગમાં જીત સાથે શરૂઆત કરી છે. વિશ્વ ચેમ્પિયનશીપમાં ઉપ વિજેતા રહેલ શ્રીકાંતે ભારતનાં સીરીલ વર્મા સામે 21-17, 21-10 થી જીત મેળવી છે. શ્રીકાંતને ટુનામેન્ટમાં ટોચનો ક્રમ આપવામાં આવ્યો છે. વિશ્વ ચેમ્પિયનશીપની ફાઇનલમાં શ્રીકાંતને હરાવનાર સીંગાપુરના લોહ કીન યું પણ આ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે અને તેમણે ટુર્નામેન્ટમાં વિજય સાથે શરૂઆત કરી. મહિલા એકલમાં પી.વી સિંધુએ ટુર્નામેન્ટમાં જીત સાથે શરૂઆત કરી. તેમણે ભારતની શ્રી ક્રિષ્ના પ્રિયા સામે 21-5, 21-16 થી જીત મેળવી છે.
