Skip to main content
Settings Settings for Dark

લક્ષ્ય સેને ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટાઇટલ જીત્યું

Live TV

X
  • ફાઇનલ મેચમાં વર્લ્ડ ચેમ્પિયન લોહ કીન યૂને 24-22, 21-17થી હરાવી ઈન્ડિયા ઓપનનો ખિતાબ જીતી લીધો છે. ઈન્ડિયા ઓપન વર્ષ 2022માં આ વર્ષની પ્રથમ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઈ હતી.

    વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેને ઈન્ડિયા ઓપન બેડમિન્ટનની ટાઈટલ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. લક્ષ્યે શનિવારે અંતિમ-4 મુકાબલામાં મલેશિયાના એનજી ત્જે યોંગને હરાવીને તેની પ્રથમ વર્લ્ડ ટૂર સુપર 500 ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઉત્તરાખંડના 20 વર્ષીય ખેલાડીએ મેન્સ સિંગલ્સની સેમિફાઇનલની પહેલાની મેચમાં વર્લ્ડ રેન્કિંગના 60મા ક્રમે આવેલા યોંગને 19-21, 21-16, 21-12થી હરાવ્યો હતો.

    ત્રીજો ક્રમાંકિત લક્ષ્ય સેનની રવિવારે ફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન સિંગાપોરના લોહ કીન યૂ સામે ટક્કર હતી. લોહને વોકઓવર આપવામાં આવ્યો હતો કારણ કે કેનેડાના બ્રાયન યાંગ ગળામાં દુખાવો અને માથાનો દુખાવો થતાં સેમિફાઇનલમાંથી બહાર નીકળી ગયો હતો. આ બંને ખેલાડીઓ ગયા વર્ષે ડચ ઓપનની ફાઇનલમાં સામસામે આવી ચુક્યા છે, જે મેચમાં પાંચમી ક્રમાંકિત લોહે બાજી મારી હતી.

    લક્ષ્ય અને ત્જે યોંગ વચ્ચે સેમીફાઈનલમાં જોરદાર સ્પર્ધા હતી. પ્રથમ ગેમમાં મલેશિયાએ 21-19થી જીત મેળવી હતી પરંતુ લક્ષ્યે પુનરાગમન કર્યું હતું અને આગામી ગેમ 21-16થી જીતી લીધી હતી. ત્રીજી અને નિર્ણાયક ગેમમાં, લક્ષ્યે 21-12થી જીત નોંધાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. સેને બે સુપર 100 ટાઇટલ જીત્યા છે, જેમાં ડચ ઓપન અને સારલોરલક્સ ઓપનનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply