વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશીપમાં અંશુ મલિકે રચ્યો ઈતિહાસ, સિલ્વર મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા
Live TV
-
વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પહેલી વખત કોઈ મહિલા રેસલરે મેડલ જીત્યો હોવાની ઘટના બની છે
હાલમાં ચાલી રહેલી વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશીપમાં 57 કિલોની કેટેગરીમાં ભારતની અંશુ મહિલે દેશ માટે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પહેલી વખત કોઈ મહિલા રેસલરે મેડલ જીત્યો હોવાની ઘટના બની છે. તેણે ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીતનારી અમેરિકાની હેલન માર્લુઈસને માત આપી આ પદક પોતાના નામ કર્યો છે. આ પહેલા પણ સરિતા મોરેએ કુસ્તીમાં બ્રોન્ઝ પોતાના નામ પર કર્યો હતો. સરિતા અને અંશુને તેમની જીત માટે અનુરાગ ઠાકુર સહિત અન્ય ઘમા દિગ્ગજ લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે.
