વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના આકાશ કુમાર સેમીફાઇનલમાં
Live TV
-
વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના આકાશ કુમારે સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ગઇકાલે સર્બિયાના બેલગ્રાડ ખાતે થયેલા કવાર્ટર ફાઇનલ મુકાબલામાં 54 કિલોગ્રામ વર્ગમાં આકાશે મોટો ઉલટફેર કરતા વેનેઝ્યુલાના યોએલ ફિનોલ રિવાસને 5-0 થી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે તેણે ભારતનો પ્રથમ મેડલ સુનિશ્ચિત કર્યો છે. આ ઉપલબ્ધિ હાંસલ કરનાર તે સાતમો ભારતીય પુરૂષ બોકસિંગ ખેલાડી બન્યો છે. વિજેન્દર સિંહ(2009), વિકાસ ક્રિશન(2011), શિવા થાપા(2015), ગૌરવ બિધુરી(2017), અમિત પાઘલ(2019) અને મનિષ કૌશિકે(2019) અગાઉ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારત માટે મેડલ જીતવામાં સફળતા મેળવી છે.
આવતીકાલે યોજાનારી સેમી ફાઇનલમાં આકાશનો મુકાબલો કઝાકિસ્તાનના મખમુદ સબીરખાન સાથે થશે. બીજા વર્ગની વાત કરીએ તો અન્ય મુકાબલાઓમાં ભારતીય બોકસરો નરેન્દર બેરવાલ, પાંચ વખતના એશિયન મેડાલિસ્ટ શિવા થાપા, નિશાંત દેવ અને સંજીત કુમારનો પરાજય થયો હતો.
